ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતી માધ્યમ ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના જીવન અને વિચારોને સુંદર રીતે પ્રદર્શનના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા.
આ પ્રદર્શનમાં ગાંધીજીનું બલિદાન, સત્યાગ્રહ, અહિંસા, સત્ય અને સાદગી જેવા અમૂલ્ય વિચારોની સુંદર ઝલક જોવા મળી. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને મહેનત દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનમૂલ્યોને જીવંત કર્યા.
આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર ઈતિહાસ જાણવાનો નહીં, પરંતુ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ પણ મળે છે. ????
તારીખ: 03 ઓક્ટોબર 2026
“સત્ય અને અહિંસાના માર્ગે ચાલવું એ જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ.”